Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાપુનગરમાં બંદુકની અણીએ રૂ. 20 લાખની લૂંટ, લૂંટારો જાણભેદુ હોવાની પોલીસને આશંકા

અમદાવાદમાં (Ahmedabad)ઘણા લાંબા સમય બાદ આંગડિયા પેઢીના( Angadiya Firm)કર્મચારી ઉપર લૂંટ વિત ફાયરીંગ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ વાત છે બાપુનગરના (Bapunagar)ડાયમંડ માર્કેટમાં આવેલી આંગડિયા પેઢીના કર્મચારી ની કે જેમાં આંગડિયા પેઢીનો કર્મચારી  રૂપિયા 20 લાખ રોકડા લઈને ઓફિસે આવી રહ્યો હતો તે જ સમય બે અજાણ્યા વ્યક્તિઓએ તેનો પીછો કર્યો હતો અને રિવોલ્વર બતાવીને રૂપિયા ભરેલી બેગ જુટવીને ફરાર થ
બાપુનગરમાં બંદુકની અણીએ રૂ  20 લાખની લૂંટ  લૂંટારો જાણભેદુ હોવાની પોલીસને આશંકા
અમદાવાદમાં (Ahmedabad)ઘણા લાંબા સમય બાદ આંગડિયા પેઢીના( Angadiya Firm)કર્મચારી ઉપર લૂંટ વિત ફાયરીંગ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ વાત છે બાપુનગરના (Bapunagar)ડાયમંડ માર્કેટમાં આવેલી આંગડિયા પેઢીના કર્મચારી ની કે જેમાં આંગડિયા પેઢીનો કર્મચારી  રૂપિયા 20 લાખ રોકડા લઈને ઓફિસે આવી રહ્યો હતો તે જ સમય બે અજાણ્યા વ્યક્તિઓએ તેનો પીછો કર્યો હતો અને રિવોલ્વર બતાવીને રૂપિયા ભરેલી બેગ જુટવીને ફરાર થઈ ગયા હતા ઉપરાંત આરોપીઓએ ફાયરિંગ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે

બંદુકની અણીએ 20 લાખ રુપિયાની લૂંટ
છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના મોટાભાગના પોલીસ કર્મચારીઓ રાજકીય બંદોબસ્તમાં વ્યસ્ત છે અને તેનો ફાયદો ગુનેગારો સંપૂર્ણ રીતે ઉઠાવી રહ્યા છે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ડાયમંડ માર્કેટ નજીક આર અશોકકુમાર આંગડિયા પેઢીના કર્મચારી ભદ્રેશ પટેલ પોતાના ગ્રાહક પાસેથી રૂપિયા 20 લાખ લઈને નીકળ્યા હતા અને આંગડિયા પેઢી ની ઓફિસે પહોંચ્યા તે પહેલા જ એક બાઈક પર આવેલા બે સવાર  વ્યકતીઓ તેમનો પીછો કરી રહ્યા હતા અને આંગડિયા પેઢીની ઓફિસની નજીકમાં જ બંદૂકની રૂપિયા 20 લાખ ભરેલો થયેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા અને કોઈ વ્યક્તિ તેમનો પીછો ન કરે તે માટે થઈને લુટારોએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને બાપુનગર પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધને તપાસ હાથ ધરી છે. 

પોલીસે સમગ્ર મામલે  તપાસ હાથ ધરી 
લૂંટ વિથ ફાયરિંગની ઘટનાનો કોલ પોલીસ કંટ્રોલ રૂમને મળતા જ સ્થાનિક પોલીસને મેસેજ ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો અને બાપુનગર પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આસપાસના સીસીટીવી ફૂટેજ ઉપરાંત ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારીના નિવેદનના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે હાલ પોલીસે સમગ્ર બાબતની જીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી છે. 
અમદાવાદ શહેરમાં એક સમય હતો કે જ્યારે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ગેંગ દ્વારા દર આંતરે દિવસે લૂંટ વિથ ફાયરિંગ કરવામાં આવતું હતું જેમાં શહેરના મોટા ગજાના જ્વેલર્સ તથા આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા પણ ફરી એક વખત આ જ પ્રકારના બનાવો સામે આવતા સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત શહેરની એજન્સીઓ દ્વારા પણ જુના કેસના આરોપીઓ ની પણ ઉલટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર ૨૦ લાખ રૂપિયાની લૂંટને શહેર પોલીસ કેટલા દિવસોમાં સોલ્વ કરી શકે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.